તસ્કરી:અંકલેશ્વરમાં ઘરમાંથી ચાવીની ઉઠાંતરી કર્યા બાદ કારની ચોરી

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેટઅપ બોક્સ રિપેરિંગના બહાને તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો
  • ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી મહિલાને અજાણ્યાને પ્રવેેશ આપવું ભારે પડ્યું

અંકલેશ્વરમાં રહેતી ઇવેન્ટ મેનેજરની કારની વિચિત્ર રીતે ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર ઘરમાં એકલા હતાં તે સમયે સેટઅપ બોકસ રીપેરીંગના બહાને આવેલો તસ્કર ઘરમાં પડેલી કારની ચાવી ઉઠાવી ગયો હતો અને બાદમાં તક મળતાની સાથે જ કાર ચોરી ફરાર થઇ ગયો છે.તમારા ઘરમાં કોઇ પણ અજાણ્યા વ્યકતિને પ્રવેશ આપવો નહિ તે હિતાવહ રહેશે કારણ કે અંકલેશ્વરમાં એક મહિલાને ઘરમાં અજાણ્યા વ્યકિતને પ્રવેશ આપવો ભારે પડી ગયું છે.

અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ ભવ્યા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા હતાં. તે સમયે એક અજાણ્યો વ્યકતિ તેમના ઘરે આવ્યો હતો. પોતે ટાટા સ્કાયમાંથી આવે છે અને સેટ અપ બોકસ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો. માનસીબેને તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયાં હતાં.

માનસીબેન અને તેમના પુત્રની નજર ચુકવી અજાણ્યો વ્યકતિ ઘરમાં મુકેલી કારની ચાવી લઇને ચાલ્યો ગયો હતો. કારની ચાવી હાથમાં આવી ગયાં બાદ તે તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મકાનના આંગણામાં કાર નહિ જોવા મળતાં તપાસ કરી હતી. જેમાં પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યકતિ તેમની કારને લઇ ગયો હતો. બનાવ અંગે કારમાલિકે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...