ચૂંટણી:પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ મુરતિયાઓનો તેમના ટેકેદારો સાથે ધસારો

અંકલેશ્વર હાંસોટમાં પંચાયતની ચૂંટણી ફોર્મ ભરવા અંતિમ દિવસે ઉમેદવરો રાફડો ફાટ્યો હતો. તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મુરતિયા અને ટેકેદારો ધસારો જોવા મળ્યો હતો. હાંસોટ અંકલેશ્વર માં વિવિધ પંચાયત માં સભ્ય તેમજ સમરસ પંચાયત થવાની સંભાવના છે. અંકલેશ્વર માં 43 ગ્રામ પંચાયતમાં આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાશે.

43 ગામના કુલ મળી 126 બુથ અને 412 વોર્ડમાં 1 લાખ,13 હજાર 435 મતદારો પોતાના પ્રતિનિધિ ને ચૂંટશે. હાંસોટ તાલુકા ની 36 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 97 સરપંચ માટેના ફોર્મ તથા 421 સભ્યો માટે ના ફોર્મ ભરાવા પામ્યા છે જ્યારે બે થી ત્રણ ગામોમાં સમરસ થાય એવું લાગી રહ્યું છે પરંતુ સ્પષ્ટ ચિત્ર 7 ડિસેમ્બર ના રોજ ખબર પડશે.

29 નવેમ્બર થી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું ત્યારથી આજ બપોર સુધી હાંસોટ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયત ની ચુંટણી માટે ઉમેદવારી કરવા માટે ફોર્મ ભરવા વાળા ઉમેદવારો તથા સમર્થકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતાં.

ઝઘડિયામાં સરપંચ માટે 303 અને સભ્યોના 1576 ફોર્મ ભરાયા
ઝઘડિયા ગ્રામ પંચાયતોની ચૂંટણી નું બ્યુગ્લ ફૂકાઈ ચૂક્યું છે ત્યારે આજે અંતિમ દિવસે ઝઘડીયા સેવાસદન ,તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામપંચાયતો ના સરપંચ તેમજ સભ્ય ના ઉમેદવારો ફોર્મ ભરવા તેઓના સમર્થકો સાથે ઉમટીપડ્યા હતા અત્યાર સુધી ઝઘડિયા તાલુકા માં 74 ગ્રામપંચાયત માંથી 303 સરપંચ ના દાવેદારો એ ઉમેદવારી નોધાવી હતી તો 1576 ગ્રામપંચાયત ના સભ્યો એ ઉમેદવારી નોંધાવી કુલ 1879 ફોર્મ ભરી ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. હવે 6 ડિસેમ્બર ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ 7 ડિસેમ્બર ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે ત્યાર બાદ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...