ફરિયાદ:ચૂંટણીના એક દિવસ પૂર્વે જ ઉમેદવારના પતિનું મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના દિવા ગામના પરિવારમાં શોકનું મોજું
  • શહેર પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

બોઈદરા ગામ ખાતે રહેતા પ્રદીપ વસાવા નવા દીવા ગામ ખાતે રહેતા સાથી કર્મચારી કેતનભાઈ વસાવાને ગાયત્રી નગર હસ્તી તળાવ ખાતેથી બેસાડી જીઆઇડીસી રાલીઝ કંપનીમાં નોકરી પર ગડખોલ ટી બ્રિજ પર થી જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓએનજીસી કોલોની ગેટ પાસે બ્રિજ ના એપ્રોચ રોડ પર બનેલા બમ્પર પર પ્રદીપ વસાવા એ પોતાની સ્પ્લેન્ડર ગાડીની બ્રેક મારતા પાછળથી ટેમ્પા ચાલાક એ ધડાકાભેર ટક્કર મારી હતી.

જેને લઈ બમ્પર કૂદી પ્રદીપ અને કેતન બંને ગાડી સાથે રોડ પર પટકાયા હતા. જ્યાં કેતન વસાવા પર ટેમ્પો ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોએ 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી બને સારવાર માટે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કેતન વસાવાનું ગંભીર ઇજા ના પગલે પૂરતી સારવાર મળે એ પૂર્વે જ મોત નીપજ્યું હતું. જયારે પ્રદીપ વસાવા ગંભીર ઇજા સાથે હજી પણ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...