વ્યવસ્થાપન:ઝઘડિયા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ માટે કેમ્પ યોજાયો

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા, વાલિયા, નેત્રંગના 70 દિવ્યાંગ બાળકોએ લાભ લીધો

ઝઘડિયા બીઆરસીભવનમાં ગત રોજ તા. 4 ઓક્ટોબરના સમગ્ર શિક્ષા આઇઇડી યુનિટ ભરૂચ તથા એલીમ્કોન ઉપક્રમે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આઈ.ડી (એમ.આર) વી.આઈ, સી.પી, એચ.આઇ તથા એલ.એમ.ડી(ઓ.એચ) કેટેગરી ધરાવતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના કુલ 70 દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લાના આઇ.ઇ.ડી કોડિનેટર ચૈતાલી પટેલ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાજીવ પટેલ કેમ્પમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમમાં દિશા નિર્દેશ કર્યો હતો. તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો દ્વારા બાળકોનું રજીસ્ટ્રેશન અને વ્યવસ્થાપન કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...