તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અંકલેશ્વરમાં એક જ દિવસમાં 3 સ્થળે ચોરી, 2 તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરની છતમાંથી પાણી ટપકતું હોય તેનું સમારકામ ચાલતું હોવાથી પરિવારે બીજા માળે મૂકેલા દાગીનાની ચોરી થઈ

ફરી એક જ દિવસમાં 3 સ્થળે ચોરીની ઘટના બની છે.તસ્કરો ત્રણ સ્થળેથી 8.43 લાખની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. જેમાં બંધ મકાનમાંથી 3.36 લાખ ઉપરાંતની મત્તાની ચોરી થઇ હતી. તો જીઆઇડીસી સત્યા એન્ટરપ્રાઇઝ કંપનીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલા તસ્કરો 7 હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે રાજપીપલા ચોકડી સ્થિત આલ્ફા ઓટો પાર્ક પાર્ક કરેલી ઉભેલી 5 લાખ રૂપિયાની ટ્રક ઉઠાંતરી થઇ જવા પામી હતી.

ચોરીના પ્રથમ બનાવમાં અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સ્વસ્તિક પાર્કમાં રહેતા બરખાબહેન પાંડે પોતે શિક્ષિકા છે. તેમના ઘરે હાલ ઘરનું સમારકામ ચાલ્યું રહ્યું હતું. સોના-ચાંદીના દાગીના કબાટમાં મુક્યા હતા. દરમિયાન તસ્કરો આ સોના ચાંદીના 3.36 લાખના દાગીના લઈ ફરાર થઇ ગયા હતા. બરખાબહેન રૂમમાં જતા કબાટનું ઇન્ટર લોક તૂટેલું જોતા અને કબાટ માંથી દાગીના ચોરી થયાનું જણાતા જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી.

બીજા બનાવમાં જીઆઇડીસી માં પ્લોટ નંબર કે.1.204/3.એની સત્યા એન્ટર પ્રાઈઝમાં રાત્રે તસ્કરો ઓફિસની બારી તોડી નાખી અંદર પ્રવેશી ડ્રોવરમાં રહેલા 7 હજાર રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે કંપની ના વિનોદ તિવારીએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ત્રીજી ઘટનામાં અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પર આવેલી આલ્ફા ઓટો પાર્ટસ સાગર કમ્પાઉન્ડ ખાતેથી ટ્રકની ઉઠાંતરી થઇ હતી. બનાવ સંદર્ભે 5 લાખ ની કિંમતની ટ્રક ચોરી અંગેની ફરિયાદ નોંધી જીઆઇડીસી પોલસીએ વધુ તપાસ આરંભી હતી.

નવા રેન્જ આઈજીને ઉદ્યોગકારોએ અગાઉ રજૂઆત કરી હતી
નવા નિયુક્ત થયેલા વડોદરા રેન્જ આઈજીએ થોડા દિવસ પહેલાં જ અંકલેશ્વર જીઆઈડીસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. તો ઉદ્યોગકારોએ જીઆઈડીસી વિસ્તારમાં થઈ રહેલા ચોરી સહિતના વિવિધ ગુનાઓને ડામવા રજૂઆત કરી હતી જેના ગણતરીના દિવસોમાં જ ચોરીની ઘટના ફરીથી પ્રકાશમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...