ફરિયાદ:અંકલેશ્વરના જલારામનગરથી બુલેટની ઉઠાંતરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવા રોડ પર આવેલ જલારામ નગર ખાતે રહેતા શિવાંગ મોદીએ પોતાના ઘર આંગણે ગત 28 મી ઓગસ્ટ ના રોજ બુલેટ પાર્ક કર્યું હતું. જેની ઘર આંગણેથી ચોરી થઇ હતી.સવારે બુલેટેની આસપાસમાં શોધખોળ કરવા છતાં નહીં મળતાં અંતે શિવાંગ મોદીએ શહેર પોલીસ મથકે બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 75 હજાર રૂપિયાની કિંમતના બુલેટની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...