ઉમેદવારની જાહેરાત:અંકલેશ્વરમાં બીટીપી અને આપના ઉમેદવારો જાહેર

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંગે હજી સસ્પેન્સ

અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી બાદ હવે બીટીપીએ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બીટીપીના ઉમેદવારોની જાહેર થયેલી યાદીમાં અંકલેશ્વર બેઠક ઉપરથી નિતિન વસાવાને ટીકીટ આપી છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં અનેક રાજકીય વળાંક આવી રહયાં છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જેડીયુના ગઠબંધનની જાહેરાતના કલાકો બાદ બીટીપીએ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે.

જેમાં અંકલેશ્વરના ઉમેદવાર તરીકે નિતિન વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે અંકુર પટેલને જાહેર કરી ચુકી છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 14મી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે ત્યારે ભાજપ અને કોંગ્રેસે હજી તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.14મી તારીખ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 14મી તારીખે જ મોટા ભાગના રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરે તેવી સંભાવના છે. ધીમે ધીમે રાજકીય પાર્ટીના ઉમેદવારોની યાદીઓ બહાર આવી રહી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ઉત્કંઠા પ્રર્વતી છે.

અન્ય સમાચારો પણ છે...