અકસ્માત:બ્રીજની રેલિંગ તોડી કાર 30 ફૂટ નીચે ખાડીમાં ખાબકી, ચાલકનો બચાવ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકીયા કોલેજ રોડ પર આમલાખાડી બ્રિજ પર ચાલકે કાબુ ગુમાવ્યો

અંકલેશ્વર માં રામ રાખે તેને કોણ ચાખે ઉક્તિ સાર્થક થતી હોય એમ 30 ફૂટ નીચે ખાડી રેલિંગ તોડી કાર ખાબકી છતાં ચાલાક નો આબાદ બચાવ થયો હતો. કડકીયા કોલેજ આમલાખાડી બ્રિજ પર ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના બની હતી. સજોદ ના યુવાન ની કાર બેકાબૂ બની બ્રિજ ની રેલીગ નીચે પટકાઇ હતી. કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આમલાખાડી બ્રિજ પરથી પસાર થતી સ્વીફ્ટ કાર રેલિંગ તોડી આમલાખાડી માં ખાબકી હતી આ ઘટના માં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

હાંસોટ રોડ ઉપર થી સજોદ નો સ્વીફ્ટ કાર પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલિંગ તોડી 30 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ઘટના ના ને જોઈ આસપાસ ના લોકો દોડી આવ્યા હતા જો કે કાર ચાલક કાર માંથી બહાર નીકળી ગયો હતો કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ફિલ્મી સ્ટંટ જેવી ઘટના માં જ્યાં સજોદ ના કાર ચાલકનો બચાવ થયો છે. 30 ફૂટ પરથી કાર નીચે ઉંધી ખાબકી હતી. જે ચાલાક માટે જીવલેણ સાબિત થઇ શકી હોટ છતાં કાર ચાલકનો આબાદ બચાવતા થતા રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાર્થક થઇ હોવાની લોકો અનુભૂતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...