ચોરી:અંદાડામાંથી વીજ ટ્રાન્સફોર્મર તોડી 65 હજારના કોપરની ચોરી

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ લાઈન પરથી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યાં

અંકલેશ્વરના 1 ગામ માંથી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી 65 હજાર ની કોપર ચોરી કરી લઇ ગયા હતા. તસ્કરો ચાલુ લાઈન પર થી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામ ની સીમ માં વીજ નિગમ દ્વારા ખેતી વિષયક વીજ લાઇન પર એગ્રીકલ્ચર માટે જરૂરી ખેડૂતો ની જરૂરિયાત આધારે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા છે. જે પૈકી રમેશ આહીર અને ગંગાબેન રાયજી ભાઈ પટેલ ના ખેતર આગળ મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર કોપર ચોરો એ તોડી પાડ્યા હતા.

ચાલુ લાઇન પર થી વીજ ટ્રાન્સફોર્મર નીચે પાડી તસ્કરો તેનો સ્ટડ તોડી નાખ્યો હતો તેમજ ઓઇલ ધોળી કાઢી અંદર રહેલા કોપર કોઇલ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે વીજ નિગમ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવતા બીજ નિગમના નેહલ ભાઈ પટેલ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેશ કરી આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 7380 રૂપિયા ની નુકશાની તેમજ 65.900 રૂપિયા ની કોપર કોયલ ની ચોરી મળી કુલ 73.280 રૂપિયા ની ચોરી અને નુકશાની ની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...