પાણીનો વેડફાટ અટકાવ્યો:અંકલેશ્વરમાં ખાનગી મોબાઈલ કંપની દ્વારા પાઇપ લાઈનમાં ભંગાણ

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને જાણ કર્યા વિના કંપનીએ ખોદકામ શરૂ કરતા સમસ્યા
  • તાત્કાલિક પાઇપ લાઈન રીપેર કરી પાણીનો વેડફાટ થતો અટકાવ્યો

અંકલેશ્વર મંગલમૂર્તિ રોડ પર જીઓ કંપની દ્વારા પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને લઇ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કંપની દ્વારા અચાનક પાલિકા ને જાણ કર્યા વગર ખોદકામ શરુ કરતાં સ્થિતિ સર્જાય હતી. પાલિકા દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું હતું. ત્વરિત અસર થી પાઇપ લાઈન રીપેરીંગ કરી પાણીનો વેડફાટ અટકાવ્યો હતો.

જીઓ કંપની ઇજારદાર ને તાકીદ કરી નોટિસ પાઠવી હતી. અંકલેશ્વર દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી તરફ જતા રોડ પર વહેલી સવારે જીઓ કંપની કેબલ નેટવર્ક માટે અચાનક ખોદકામ શરુ કરતા અંદર ગ્રાઉન્ડ પાઇપ લાઇન તોડી પડી હતી જેને લઇ પાણી ફુવારા ઉડ્યા હતા ને પાણી માર્ગ પર વહેતું થયું હતું.

જીઓ કંપની ના ઇજારદાર ની ભૂલ ને લઇ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સ્થાનિકો એ આ અંગે નગરપાલિકા ખાતે જાણ કરવામાં આવતા પાલિકાના વોટર વર્કસ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પ્રથમ લાઈન નો વાલ્વ બંધ કરી લાઈન નું યુદ્ધ ના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું તો જીઓ કંપની નું કામ અટકાવી દેવામાં આવ્યું હતું કંપની એ ખોદકામની મંજૂરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...