તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો અંકલેશ્વર-વાગરામાં બહિષ્કાર

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકામાં માત્ર 44 શિક્ષકોની હાજરી

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો અંકલેશ્વર અને વાગરાના શિક્ષકોએ બહિષ્કાર કર્યો હતો. જિલ્લા સંઘે 4000 શિક્ષકો પરીક્ષા આપશે તેવો દાવો કર્યો હતો. અંકલેશ્વરમાં 520 શિક્ષક ગેરહાજર રહ્યા માત્ર 44 શિક્ષકોની હાજરી આપી હતી. હાંસોટ ખાતે માત્ર 4 શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. અન્ય તાલુકા માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. 10 થી 30 % શિક્ષકો ની ગેરહાજરી હતી. મધ્ય ગુજરાત માં શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ માં ભરૂચ જિલ્લા શિક્ષકોની અસ્પષ્ટ નીતિ જોવા મળી હતી શિક્ષકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળ્યા હતા.

હાંસોટ તાલુકામાં 98% શિક્ષકો હાજર
હાંસોટ તાલુકામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં મોટાભાગના શિક્ષકો જોડાયા હતા. રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકાના 188 શિક્ષકોમાંથી 184 શિક્ષકો જોડાયા હતા. તાલુકામાં કોઈપણ સ્થળે વિરોધ જોવા મળ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...