રાહદારીએ બાઈક સવારને અડફેટે લીધો:અંકલેશ્વરમાં સર્જાયેલા અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી; તાત્કાલીક સારવાર હેઠળ ખસેડ્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના ગડખોલ બ્રિજ પરથી પસાર થતા એક ઇસમને બાઈક સવારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા હતા.

બાઈક સવારે રાહદારીને અડફેટમાં લેતા અકસ્માત
અંકલેશ્વરના બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં પસાર થવાના કારણે અનેક અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગત રોજ સાંજના એક બાઇક સવાર ઇસમ, નામે દીક્ષિત રાજેશ પટેલ અંકલેશ્વરના ગડખોલ પાટિયાનો બ્રિજ પાસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન આ માર્ગ ઉપર ચાલવા નીકળેલા હરેશ રણછોડ રાઠવા રોડ ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે દીક્ષિતે પુરઝડપે પોતાની મોટર સાયકલ હરેશ રાઠવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસે સિવિલમાંથી વર્ધિના આધારે ફરિયાદ નોંધી
જેમાં બંનેય રોડ પર ફંગોળાયા હતાં. જેમાં બંનેને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતાં. બનાવ સંદર્ભે સિવિલ હોસ્પિટલમાંથી મળેલી વર્ધિથી અંકલેશ્વર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...