વિદ્યાર્થિનીઓએ બાજી મારી:જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમાંકે

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે મેળવ્યો છે. વિજ્ઞાનની કૃતિ સોલર સેગ્નેને બોરજાઈ શાળાની વિદ્યાર્થિની વસાવા સોહાની અને વસાવા અનામિકાએ રજૂ કરી હતી.

બિરજાઈ શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી હતી
ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી. પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વાગરા કુમાર શાળા ખાતે તારીખ 3જીથી 5મી ડિસેમ્બર 2022 દરમિયાન યોજવામાં આવ્યું હતું. વિભાગ-4 અંતર્ગત પરિવહન અને નાવિન્યમાં ઝઘડિયા તાલુકાની બોરજાઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી હતી. વિજ્ઞાનની કૃતિ સોલર સેગ્નેને બોરજાઈ શાળાની વિદ્યાર્થિની વસાવા સોહાની અને વસાવા અનામિકાએ રજૂ કરી હતી.

હવે શાળા ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
આ શાળાની કૃતિ જિલ્લા સ્તરે પ્રથમ ક્રમ માટે પસંદગી પામી હતી. શાળાના માર્ગદર્શક શિક્ષક પટેલ અલ્પેશ અને આચાર્ય ભગત નિતિનભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ કૃતિ તૈયાર કરી હતી. હવે ઝોન કક્ષાએ આગામી તારીખ 9 જાન્યુઆરી 2023ના રોજ નવસારી મુકામે યોજાનાર સ્પર્ધામાં બોરજાઈ શાળા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઝઘડીયા તાલુકાની બોરજાઇ શાળા જિલ્લા સ્તરે પ્રથમ આવતા શાળાના શિક્ષકો તેમજ બાળકો અભિનંદનને પાત્ર ઠર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...