ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે કંપની દ્વારા બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ કરાયું હતું. કે.એલ.જે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 32,000 યુએસ ડોલરની સહાય સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર બ્લડ ડોનેશન વાન શરુ કરી હતી. આ વાનની મદદથી વિવિધ વિસ્તારમાં પહોંચી બ્લડ એકત્ર કરી જરૂરિયાત મંદને પહોંચાડવામાં આવશે.
32 હજાર યુએસ ડોલરના ખર્ચે બ્લડ ડોનેશન વાન અર્પણ
ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 32,000 યુએસ ડોલરની સહાય સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર વર્ષ 2022-21 દરમિયાન પ્રમુખ રાજેશ નાહટાના કાર્યકાળ દરમિયાન રોટરી ડીસ્ટ્રીકટ 3060ની પ્રથમ રોટરી ફોઉન્ડેશન ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ મોબાઇલ બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ યુપીએલ રોટરી લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યાં
ઝઘડિયા જીઆઇડીસી સ્થિતિ રોટરી યુપીએલ લાયબ્રેરી ખાતે યોજવામાં આવેલા લોકાર્પણ કાર્યક્રમમાં કે.એલ.જે ગ્રુપના ચેરમેન કે.એલ જૈન, એમડી.પુષ્પ જૈન, ઝઘડિયા એસો.ના પ્રમુખ તથા રોટરીના ભૂતપૂર્વ ગવર્નર અશોક પંજવાણી, પ્રશાંત જાની, ગવર્નર નોમિની તુષાર શાહ, રોટરી પ્રમુખ અર્પણ સુરતી, મહામંત્રી પંકજ ભરવાડ, રો. મનીષ શ્રોફ, રો. ઈશ્વર સજ્જન, રો. ધર્મેન્દ્ર, રો.જીગ્નેશ પટેલ, રો. ગજેન્દ્ર પટેલ વગેરે મહાનુભાવો એ જાહેર જનતા માટે અત્યંત ઉપયોગી એવી મોબાઇલ બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ કર્યું હતું.
અગાઉ 75 લાખ ઝઘડિયા રૂરલ હોસ્પિટલને આપ્યા
કે.એલ.જે ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક વર્ષોથી લોક ઉપયોગી અને સમાજના કલ્યાણ અર્થેના કાર્યોમાં સતત ફાળો નોંધાવતું રહ્યું છે. ગત વર્ષે કે.એલ.જે ના સ્થાપક કે.એલ જૈનની 75મી વર્ષગાંઠ નિમિત્તે સેવા રૂરલ ઝઘડિયા હોસ્પિટલને અદ્યતન બનાવવા રૂ.75 લાખનું દાન આપવામાં આવ્યું હતું. આજના આ પ્રસંગે રોટરીના સભ્યો તથા કે.એલ.જે કંપનીના સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.