રક્તદાન શિબિર આયોજન:અંકલેશ્વર શહેરમાં કોરોનાને ધ્યાનમાં લઇ રક્તદાન શિબિર

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં અછત ન પડે તે માટે આયોજન

અંકલેશ્વર પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઇસીયુ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ રક્તદાન શિબિર યોજાઈ હતી. આગામી દિવસો કોરોના મહામારી વચ્ચે રક્ત યુનિટ ની અછત ના ઉભી થાય તે માટે મેગા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ સંચાલિત કુમારપાળ બ્લડ બેન્ક ના સહયોગ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું.

અંકલેશ્વર સ્થિત પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઇસીયુ હોસ્પિટલ દ્વારા બ્લડ ની અછત ના ઉભી થાય તેમજ કોરોના મહામારી વચ્ચે બ્લડની અછત વચ્ચે કોઈ દર્દી નો જીવ ના ગુમાવે તેમજ રક્તદાન કરવા લોકો જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે મહા રક્તદાન શિબિર નું આયોજન હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વસીમ મેમણ, તેમજ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા કેમ્પ નો પ્રારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...