તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:અંકલેશ્વર ખાતે ભાજપની નમો એપની કાર્યશાળા યોજાઇ, માર્ગદર્શન અપાયું

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IT સેલ - યુવા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર ખાતે ભાજપ ની નમો એપ કાર્યશાળા યોજાઈ હતી. જિલ્લા ભાજપ આગેવાનો હાજરી માં શહેર ,તાલુકા નોટીફાઈડ અને હાંસોટ ભાજપ સંગઠન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.ટી.સેલ તેમજ યુવા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નમો એપ અંતર્ગત સરકારની વિવિધ નવી યોજના ની વિસ્તૃત માહિતી મળી રહે તેમજ મોબાઈલ માં આ એપ ને કઈ રીતે ઓપરેટ કરી શકાય તે માટે એક કાર્યશાળા નું આયોજન હાથ ધરવા આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેર ,તાલુકા નોટીફાઈડ અને હાંસોટ ભાજપ સંગઠન ના સભ્યો તેમજ શિક્ષણ સમિતિના સભ્યો અને ચૂંટાયેલા સભ્યો ની કાર્યશાળા નું કોસમડી પાસે આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપ આઇટી સેલ ના તરંગ પટેલ ,જિલ્લા ભાજપ ના ગણેશ અગ્રવાલ ,શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ ,જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા ,સહીત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...