ચૂંટણીનો ધમધમાટ શરૂ:અંકલેશ્વરની વિધાનસભામાં ભાજપની સંગઠનાત્મકની બેઠક; દક્ષિણ ગુજરાતના પ્રદેશ પ્રભારી અને જિલ્લા પ્રમુખની અધ્યક્ષતા બેઠક મળી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ભાજપના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતમાં અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણાઓ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અગત્યની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિચારણાઓ કરાઈ
અંકલેશ્વર 154 વિધાનસભાની જીનવાલા હાઈસ્કૂલમાં આવેલા શારદા ભુવનમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા અને ભરૂચ જીલ્લાના અધ્યક્ષ મારૂતીસિંહ અટોદરિયા પ્રમુખ સ્થાને અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હાજર રહેલા શક્તિકેન્દ્રના સંયોજક અને પ્રભારીઓની તેમજ વિધાનસભાના મુખ્ય આગેવાનો સાથે આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરી,વિધાનસભાની ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો હતો. દરેક લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાઓ સમજાવી મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડાવા પણ અપીલ કરાઈ હતી. આ પ્રસંગે મહામંત્રી નિરલ પટેલ, વિનોદભાઈ, દિવ્યેશ પટેલ, અશોકભાઈ, ફાલ્ગુનીબેન આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...