તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વર હાંસોટ રોડ પર વિચિત્ર ટ્રિપલ અકસ્માત, બલેરો ચાલકે બ્રેક મારતા બાઈક- કાર ભટકાઇ

અંકલેશ્વર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને ફોર વહીલ વચ્ચે બાઈક સેન્ડવીચ બની

અંકલેશ્વર -હાંસોટ રોડ પર રવિવારની મોડી સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જ્યાં હાંસોટ તરફ જઈ રહેલ બલેરો ગાડીના ચાલકે ભાંગવાડ નજીક અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ સીબીઝેડ મોટર સાઇકલ ચાલક ભટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ ઇકો ગાડી પણ ભટકાય હતી. ટ્રિપલ વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બલેરો અને ઇકો વચ્ચે સીબીઝેડ મોટર સાઇકલ સેન્ડવીચ બની જવા પામી હતી.

જેમાં મોટર સાઇકલ સવાર યુવાનને ઇજા પહોંચી હતી સદનશીબે કોઈ જાનહાનિ સર્જાય ના હતી. ધડાકાભેર વાહનો ભટકવા અવાજ સાંભળી સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા તેમજ અન્ય વાહન ચાલકો પણ ઉભા રહી જતા ટોળા જામ્યા હતા . ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતના પગલે હળવો ત્રાફિક જામ સર્જાયો હતો. જો ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો