અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ફલાયઓવરની કામગીરીના કારણે થતાં ટ્રાફિકજામથી બચવા વાહનો રોંગ સાઇડ જઇ રહયાં છે જે સામેથી આવતાં વાહનો માટે જોખમ ઉભું કરી રહયાં છે. આવી જ રીતે રોંગ સાઇડ જઇ રહેલી એસટી બસે ટકકર મારતાં બાઇકચાલકનું મોત થયું છે.
નેશનલ હાઇવ પર આવેલી ખરોડ ચોકડી પાસે ફલાયઓવર બની રહયો હોવાથી છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ રહેતો હોવાથી કેટલાય વાહનચાલકો રોંગ સાઇડથી વાહનો પસાર કરતાં હોય છે જે સામેથી આવતાં વાહનો માટે જોખમી સાબિત થઇ રહયાં છે. ટ્રાફિકમાંથી જલદી નીકળવાની લ્હાયમાં વાહનચાલકો બીજોનો જીવ જોખમમાં મુકી રહયાં છે.
અમદાવાદથી ધરમપુર જતી બસના ડ્રાયવરે રોંગ સાઇડે પોતાની બસ હંકારી બાઇકને ટકકર મારી બાઇક ચાલકને મોતને ઘાટ ઉતારી દીધો છે. અંકલેશ્વરમાં બાલારામ ચાલ ખાતે રહેતા 45 વર્ષીય ચિત્રસેન કોલીની બાઈકને એસટી બસે અડફેટમાં લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલાં ચિત્રસેનને સારવાર માટે ખસેડતી વેળા રસ્તામાં મોત થયું હતું. ઘટના અંગે ખરોડ ના રીક્ષા ચાલાક આદમ મુસા સદરે તાલુકા પોલીસ મથકે અમદાવાદ- ધરમપુર એસ.ટી.બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.