અંકલેશ્વરના 2 યુવાનો એ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે દાંડી યાત્રા રૂટ પર હેરિટેજ સાઇકલ યાત્રા યોજી હતી. મહાત્મા ગાંધીજી એ યોજેલ દાંડી યાત્રા ના સંભારણા રૂપે હાંસોટ ના રાયમાં હેરિટેજ ટ્રી વડ ની મુલાકત લીધી હતી. દાંડીયાત્રાના સમગ્ર રૂટના 6 જિલ્લાનાં 19 વૃક્ષ પૈકી ભરૂચ જિલ્લામાં આવેલ ૬ સ્થળોએ ગાંધીજીએ વિવિધ વૃક્ષોની નીચે સભા યોજી હતી. આજે એક વારસાગત હેરિટેજ ની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. ત્યારે અંકલેશ્વરની પેરેડાઈઝ ઇન્ડિયા એનજીઓના અંકલેશ્વર ટ્રી વોચ,૨૦૨૨ હેઠળ કલ્પવૃક્ષ પ્રોજેક્ટ દ્વારા શહેરના વૃક્ષોને ઉગાડવા, તેમજ તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ તેમજ સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પ્રતિવર્ષે 18મી એપ્રિલે વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1930માં યોજવામાં આવેલી અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની દાંડીયાત્રા દરમિયાન જે વૃક્ષો નીચે સભા સંબોધી હતી એ વૃક્ષોને હેરિટેજ વૃક્ષો તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. દાંડીયાત્રાના સમગ્ર રૂટના 6 જિલ્લાનાં 19 વૃક્ષ પૈકી ભરૂચ જિલ્લામાં આવેલ ૬ સ્થળોએ ગાંધીજીએ વિવિધ વૃક્ષોની નીચે સભા ભરી હતી. જે આજે એક વારસાગત હેરિટેજ ની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.
વૃક્ષોને 125-150 વર્ષ થવા છતાં પણ હયાત
દાંડીયાત્રાને ૯૨ વર્ષ થઈ ગયાં હોવા છતાં એ સમયનાં ઘટાદાર વૃક્ષો આજે અંદાજે 125-150 વર્ષ થવા છતાં પણ હયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર થનારાં ભરૂચ જિલ્લાનાં 6 વૃક્ષના નિરીક્ષણ અર્થે અમારી ટીમ દ્વારા આવા વૃક્ષોની સમયે સમયે મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરી લોકો સમક્ષ લાવી વૃક્ષોની મહત્તા સમજાવી રહ્યા છે. > અમીત રાણા , એન્વાયરમેન્ટ એન્જિનિયર.
વર્લ્ડ હેરિટેજ ડે કેમ ઉજવવામાં આવે છે
વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. 18 1982થી એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની શરૂઆત થઈ આ પ્રસ્તાવને નવેમ્બર 1983માં યૂનેસ્કોએ માન્યતા આપી ત્યારબાદ દર વર્ષે 18 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.