સાઈકલ દિવસની ઉજવણી:બાઈસિકલ ક્લબ દ્વારા સાઈકલ રેલીનું આયોજન

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં 3 વર્ષ પૂર્વે આ પ્રકારે ઉજવણી કરવાની શરૂઆત થઈ

આજે વિશ્વ સાઇકલ દિવસ અનુલક્ષી ને ભરૂચ- અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 વર્ષ પૂર્વે 2018 માં વર્લ્ડ સાઇકલ દિવસ ઉજવણીની શરૂઆત થઇ હતી. વહેલી પરોઢે ગટ્ટુ ચોકડી થી લઇ અંકલેશ્વર શહેર દીવા રોડ થઈ ગોલ્ડન બ્રિજ થી જુના કાંસીયા ગામ પરત ગટ્ટુ ચોકડી પહોંચી. 30 કિમી સાઇકલ રન યોજી હતી. પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ દ્વારા પણ ઉજવણી કરાઇ હતી. સંસ્થાનના યુવકો સાઇકલ રન કરી લોકો વર્તમાન સમય માં સાઇકલ નું મહત્વ સમજાવ્યું હતું.

આજે વિશ્વ સાયકલ દિવસ છે. આજથી ત્રણ વર્ષ પહેલા 2018 માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર એ ૩ જૂનના દિવસે “વર્લ્ડ સાઇકલ ડે” તરીકે જાહેર કર્યો હતો. ત્રીસેક વર્ષ પહેલા સાઈકલ એ પરિવહન માટે એક અગત્યનું પરિબળ હતું. ધીમે ધીમે આધુનિકરણ અને શહેરીકરણની રેસમાં સાયકલ એ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. સાયકલ એ પરિવહન માટેનું એક જ માત્ર સસ્તુ અને શ્રેષ્ઠ સાધન હતું. તે સમયમાં યુવાનો અને મોટેરાઓ કોલેજ જવા કે કામ પર જવા સાયકલ નો જ ઉપયોગ કરતા હતા. એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતી સાયકલ ચલાવવાના જે લોકો શરમ અનુભવે છે.

આજે વર્તમાન સમયની બે ગંભીર સમસ્યા માં પ્રદૂષણ અને કોરોના જેવી બીમારીઓ છે ત્યારે આજે સાઇકલ સ્થાન મોટરસાયકલ લઈ લીધું છે. સતત ધુમાડો ઓકતા વાહનો ના પ્રદુષણ વધારવામા નોંધપાત્ર ફાળો છે. અંકલેશ્વરની પર્યાવરણ સંસ્થા એવી પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના સંસ્થાપક અને સભ્ય એવા અમિત રાણા પણ તેમની સંસ્થા દ્વારા લોકોને શહેરમાં સાઇકલ ચલાવવા પર ભાર આપે છે. સાયકલ લોકો માટે શોખ અને કસરતનો પણ સાધન બની ચૂકી છે. અંકલેશ્વરમાં સાયકલ ની દુકાનોમાં વેચાણમાં ૧૫થી ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. શહેરમાં પાતળા ટાયર અને ગીયરવાળી સાઇકલ ની માંગ વધી છે. તેની એવરેજ કિંમત 15 થી 20 હજાર જેટલી થાય છે.

અન્ય સમાચારો પણ છે...