અંકલેશ્વર પાલિકા દ્વારા 4.44 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોની ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર કન્યા શાળા 1 અને ત્રણ રસ્તા હિન્દી માધ્યમ શાળા ની જર્જરિત બિલ્ડીંગ ને ઉતારી તેના સ્થળે નવું અતિઆધુનિક બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે. જેમાં 1.20 કરોડ ઉપરાંત ના ખર્ચે હિન્દી માધ્યમ શાળા અને 1.9 કરોડ ઉપરાંત ના ખર્ચે ગોયાબાજર પ્રાથમિક શાળા બનાવવા આ આવશે જયારે. 1.65 કરોડ ના ખર્ચે નવું કોમન સર્વિસ સેન્ટર ઉભું કરવામાં આવશે.
તો 49.40 લાખ ના ખર્ચ એ નગર માં ત્રણ સ્થળે ટોયલેટ બ્લોક ઉભા કરવામાં આવશે. જેની ખાતમુહૂર્ત વિધિ ત્રણ રસ્તા સર્કલ સ્ટેશન રોડ સ્થિત હિન્દી માધ્યમ શાળા ખાતે યોજવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા, પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પના મેરાઈ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શિક્ષણ સમિતિના કિંજલબા ચૌહાણ સહીત પાલિકા ના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે શાળા માં ગુણવતા સભર શિક્ષણ સાથે આધુનિક શાળા સંકુલ માં બાળકો નિર્ભયતા પૂર્વક અભ્યાસ કરી શકે તે માટે બે શાળા સંકુલ નું નિર્માણ અંકલેશ્વર શહેર માં કરવામાં આવી રહ્યું છે. તો પાલિકા દ્વારા ચૌટા બજાર સરકારી દવાખાના બાજુમાં કોમન સર્વિસ સેન્ટર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ સહીત અનેકવિધ પાલિકા લગતી સર્વિસ ઉપલબ્ધ થશે. તેમજ એક કોમન હોલ પણ નિર્માણ પામશે જે નગરમાં સુવિધા માં વધારો કરશે. તો નગર ના સર્વાંગી વિકાસ સાથે જેમ છેવાડા ના ગામ ની ચિંતા સરકાર કરી રહી છે. તેમ શહેર વિસ્તારમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત્ત પ્રયત્નશીલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.