આરોપીનો મદદગાર ઝડપાયો:ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડની ટીમે ત્રણ વર્ષથી અપહરણના ગુનામાં મદદગારી કરનારને ઝડપી પાડ્યો

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના કાકાએ સગીરાને ભાગવામાં મદદ કરી હતી
  • વર્ષ 2019 માં અપહરણ અને પોકસોની ફરીયાદ નોંધાઇ
  • પોલીસને સગીરા મળી આવી હતી પરંતુ આરોપી હજી પોલીસ પકડથી દૂર

અંકલેશ્વર GIDC પોલીસમાં 2019માં એક સગીરાને ભગાડવામાં મદદગારી કરનાર આરોપીના કાકાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચની ટીમે ઝડપી પાડ્યો છે. જેની આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર GIDCને સોંપવામાં આવ્યો છે.

સગીરાના પરિવારે અપહરણ અને પૉકસોની ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2019માં એક સગીરાનું અપહરણના કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. જે અંગેની સગીરાના પરીવારજનોએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરીયાદ નોંધવતા પોલીસે IPC કલમ-363,366 તથા પોક્સો એક્ટ કલમ-12 મુજબના ગુનો નોંધીને બંનેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

સગીરાને ભગાડવામાં મદદગારી કરનાર આરોપીનો કાકા પકડાયો
જોકે ત્યાર બાદ પોલીસે સગીરાને શોધી કાઢી હતી.પરંતુ આરોપી પોલીસ પકડથી બચી ગયો હતો. જોકે પોલીસે સગીરાની પૂછપરછ કરતા આરોપીના કાકા અરવિંદ ભિખાભાઇ ચુનારાએ સગીરાને ભાગવામાં મદદગારી કરીને તેને રીક્ષામાં બેસાડીને બસ સ્ટેન્ડ સુધી મુકવા ગયો હતો. ત્યાર બાદ આરોપી સગીરાને લઈને ભાગી ગયો હતો. આ અંગેના ગુનામાં મદદગાર આરોપીનો કાકા પણ છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો હોય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચની ટીમે આરોપી અરવિંદ ભિખાભાઇ ચુનારા રહે, દુર્ગામાતાના મંદીર પાસે, મીરાનગર, સારંગપુર તા.અંકલેશ્વરને મીરાનગર, સારંગપુર, ખાતેથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...