અંકલેશ્વરમાં રેલ્વેનો વીજ કેબલ તૂટયો:ભરૂચ-સુરત અને ભરૂચ-વડોદરા મેમુ ટ્રેનો રદ કરાઈ, ઓટોમેટીક વીજ સપ્લાય બંધ થઈ જતા મોટી દુર્ઘટના ટળી

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વર નજીક રેલ્વે ટ્રેક ઉપરનો વીજ વાયર અચાનક તૂટતાં ટ્રેનમાં સવાર પેસેન્જરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે વીજ કેબલ તૂટે એટલે ઓટોમેટીક વીજ સપ્લાય બંધ થઈ જવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં રેલ્વેના અધિકારીઓ તાત્કાલીક સ્થળ પર દોડી આવી સામારકામની કામગીરી હાથ ધરી છે.

વીજ કેબલ સપ્લાય તૂટતાં ટ્રેન વ્યવહારને અસર
અંકલેશ્વરથી બે કિમી પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો હતો. જેના કારણે ઉદેપુર સીટી ટ્રેનના મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટીને પડ્યો હતો. જોકે મિકેનીઝમ પ્રમાણે કેબલ તૂટે તો તરત ઓટોમેટકલી વીજ સપ્લાય બંધ થઈ જાય છે. ઓટોમેટિક વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વીજ કેબલ તૂટવાના કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ ખાતે રોકી દેવાય છે. જોકે બે કલાકમાં પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ થવાનું જણવા મળ્યું છે. રેલ્વેના અધિકારી સહિત કર્મચારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવીને કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વરમાં પીરામણ અંડર બ્રિજ નજીક રેલવેનો ઓવર હેડ કેબલ(OHC) તૂટતા રેલ વ્યવહાર ખોરવાતા સમારકામ શરૂ કરાયું છે.

આજે બે મેમુ ટ્રેનોને રદ્દ કરાવામાં આવી
જાણવા મળતી માહિતી મુજબ ટ્રેન નંબર 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અટકાવવામાં આવી છે. જ્યારે ટ્રેન 09080 (69110) વડોદરા-ભરૂચ મેમુ આજે રદ કરાઈ છે. ટ્રેન નંબર 09082 (69198) ભરૂચ-સુરત મેમુને પણ રદ્દ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...