આશ્વાસન:અઢી મહિનાથી ગુમ રુકસારના પરિવારને ભરૂચ SP ડૉ. લીના પાટીલની મુલાકાત લઈ સાંત્વના

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીની માહિતી પોલીસને આપનાર વ્યક્તિને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલ નિયુક્તિ કરવામાં આવી છે તેઓએ ચાર્જ સંભાળતા સાથે જ જિલ્લા માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાજ વરસાવી કડક અધિકારી તરીકેની ઓળખ હજી સુધી લોકો સામે હતી જે સામે હવે અંકલેશ્વર માં તેમની એક સંવેદનશીલ અધિકારી તરીકેની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રાજપીપળા ચોકડી નજીકના મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી 9 વાર્ષિક રુકસાર ગત 30 જાન્યુઆરી ના રોજ ગુમ થઇ ગઈ હતી.

જે બાળકી ને ગુમ થયા ને આજે અઢી મહિના વીતી જવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે બાળકી કેસ અંગે જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ના ધ્યાને આવતા તેઓ પ્રથમ વિભાગ માંથી કેસ અંગે ની માહિતી મેળવી હતી. અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ની સંવેદનશીલતા, ગુમ બાળકી ઘરે પહોંચી પરિવાર સાથે મુલાકાત કરી હતી.

તેમની જોડે વાતચીત કરી હતી તેમજ અન્ય બાળકો જેની સાથે રુકસાર રમતી હતી તેની જોડે પણ વાતચીત કરી હતી તેમજ સ્થળ વિગતો મેળવી હતી. આ અંગે વાતચીત કરતા તેવો એ જણાવ્યું હતું કે તેઓએ માસૂમ બાળકી ની શોધખોળ માટે અલગ અલગ ટીમની રચના કરી છે તો સાથે જ લોકોને પણ બાળકીની કોઈ ભાળ મળે તો પોલીસને માહિતગાર કરવા અપીલ કરી હતી. અને યોગ્ય ઇનામ આપવા ની પણ જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...