ભરૂચના ઈતિહાસની સૌથી મોટી ડ્રગ્સ રેડ:પાનોલી GIDCની એક જ કંપનીમાં 3 દિવસમાં બે રેડ, પહેલા 513 કિલો અને આજે 90 કિલો MD ડ્રગ્સ ઝડપાયું

અંકલેશ્વર2 મહિનો પહેલા

ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. 3 દિવસમાં કંપનીમાંથી 1300 લીટર લિક્વીડ અને 83 કિલો પાઉડર ફોર્મમાં ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની અંદાજીત કિંમત 1383 કરોડ હોઈ શકે છે.

મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલના સભ્યોએ રેડ કરી

​​​​​​ભરુચના પનોલી જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની આવેલી છે. આ કંપનીમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટને માહિતી મળી હતી. ત્યાર બાદ મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે 13મી ઓગસ્ટના રોજ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરીને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે છેલ્લા 3 દિવસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1383 કરોડ રૂપિયા થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વરની આ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યા છે
અંકલેશ્વરની આ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યા છે

ભરૂચ SOGની ટીમે પુનઃ એજ કંપનીમાં રેડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો
જોકે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા SOGની ટીમે પુનઃ પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રેડ કરી હતી. આ કંપનીમાંથી SOGની ટીમે અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત 80થી 100 કરોડ જેટલી થાય છે.

અન્ય સમાચારો પણ છે...