બોગસ તબીબ પર પોલીસની તવાઈ:ભરૂચ SOG પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો; પોલીસે તેની પાસેથી રૂ.7159નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના સંજાલી ખાતેથી મેડિકલ ડીગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.

બોગસ તબીબો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી
ભરૂચ જિલ્લા એસપી ડૉ. લીના પાટિલે જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લાના દરેક અધિકારીઓને સુચનાઓ આપી હતી. તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઇ એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ આર.એસ. ચાવડા ટીમ સાથે અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા પરીતોષ મનોનજોય બિશ્વાસ પાસે કોઈ પણ પ્રકારની મેડીકલ ડીગ્રી નહિ હોવા છતાંય તે લોકોને દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.

પોલીસે બોગસ ડોકટર વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી
માહિતીના આધારે એસઓજીની ટીમે તેના સ્થળ પર તપાસ કરતા તેમની પાસેથી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી મળી આવેલ ન હતી. પોલીસને ઘટનાસ્થળેથી તબીબી સાધનો, એલોપેથિક દવાઓ તેમજ ઇન્જેકશનનો જથ્થો મળીને કુલ રૂ.7,159નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એસઓજીની ટીમે ઉપરોક્ત ઝડપાયેલા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેના વિરુદ્ધ પાનોલી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...