ગેરકાયદેસર પ્રવૃતિ સામે લાલ આંખ:ભરૂચ SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન છોટા હાથીમાંથી શંકાસ્પદ મેન્કોઝેબ કેમિકલ પાવડર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એસઓજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન છોટા હાથી ટેમ્પામાંથી પ્લાસ્ટિકની બેગમાં બીલ અથવા આધાર પુરાવા વગર ભરેલા મેન્કોઝેબ કેમીકલ પાવડરની ત્રણ બેગો ઝડપી પાડી હતી.

પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટેમ્પો ઝડપી પાડ્યો
ભરૂચ SOGની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન નોબલ માર્કેટ અંકલેશ્વર પાસે શંકાસ્પદ વાહનો ચેકીંગ દરમ્યાન એક છોટા હાથી ટેમ્પોને ચેક કરવા ખાતર રોક્યો હતો. છોટા હાથી ટેમ્પાના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા પ્લાસ્ટીકની બેગ નંગ-3 જેમાં ભરેલા મેન્કોઝેબ કેમિકલ પાવડર બાબતે પોલીસે ખરીદ બીલ કે આધાર પુરાવા માંગ્યા હતા. જે રજૂ કરવા જણાવતા હાજર ઈસમોએ સંતોષકારક જવાબ નહીં આપતા સદર મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ મેન્કોઝેબ કેમીકલ પાવડર 148 કિલો કિં.રૂ. 44,400 અને છોટા હાથીની કિં. રૂ. 3,00,000 મળીને કુલ 3,44,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બે ઈસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
બે ઇસમો માણેક દેવાસી અને બીજો આરોપી જબ્બારામ ઉર્ફે જગદિશ પુરોહીતના વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 41(1) ડી મુજબ અટક કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર GIDC પોલીસ મથકે સોપવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...