યુનિયન બેંક લૂંટનારાઓની ધરપકડ:ભરૂચ પોલીસે માત્ર આઠ કલાકમાં જ ચાર લૂંટારાઓને ઝડપી પાડ્યા; 4 તમંચા સાથે રૂ.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • તમંચાની અણીએ લૂંટારુઓએ બેંક સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી 44 લાખની લૂંટ ચલાવી
  • પોલીસ ટીમોએ રાત્રીના સર્ચ ઓપરેશન કરીને ચાર લૂંટારુઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
  • રાજપીપળા ચોકડી પર પોલીસ અને લૂંટારુઓ વચ્ચે ફાયરીંગ થયું હતું

અંકલેશ્વર પોલીસ માટે ગુરુવારનો દિવસ ભારે રહ્યો હતો. રાત્રીના આરટીઆઈ એક્ટીવીસ્ટ અને ટ્રાવેલર્સ ઉપર અજાણ્યા ઈસમોએ ફાયરીંગ કરીને પલાયન થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચલચાર મચી હતી. ત્યારે વધુ એક બનાવ ભરબપોરના બનવા પામ્યો હતો. જેમાં અંકલેશ્વર શહેરના પીરામન સર્કલ પાસે આવેલી યુનિયન બેંકમાં પાંચ જેટલા લૂંટારુઓએ ત્રાટકીને બેંકનો સ્ટાફ સહિત ગ્રાહકોને બંધક બનાવીને રૂ.44,24,015 લાખની મત્તાની લૂંટ ચલાવી ફાયરિંગ કરીને ભાગવા જતાં પો.કો.ધર્મેન્દ્રસિંહએ રોકવાના પ્રયત્ન કરતાં તેમના પ્રયત્નરૂપે ધાડપાડુઓ રૂપીયા 22,54,130 ભરેલા થેલો મુકીને બાઇક ઉપર ભાગવામાં સફળ રહ્યા હતાં.

પોલીસ અનેં લૂંટારુઓ વચ્ચે થયેલા ફાયરીંગ થયું
રાજપીપળા ચોકડી પાસે પોલીસ અનેં લૂંટારુઓ વચ્ચે થયેલા ફાયરીંગમાં એક લૂંટારુને પોલીસની ગોળી વાગતા ઘાયલ થતા સારવાર માટે બરોડા ખસેડયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત ધાડપાડુની પુછપરછ કરતા તે ભાગલપુર બિહારનો હોવાનુ જાણવા મળ્યું હતું. અતિગંભીર ગુનાને ધ્યાને લઇ ભરૂચ એસપી ડો.લીના પાટીલની સૂચનાઓ મુજબ અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો રૂટના CCTV ફુટેજ ચેક કરવા, હોટલો ચેક કરવી તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી આરોપીઓનુ પગેરૂ મેળવવા સુચના આપી હતી.

લૂંટારુઓ બિહાર ભાગલપુરના હોવાનું જાણવાં મળ્યું
લૂંટારું ઇજાગ્રસ્ત ધાડપાડુની પુછપરછ કરતા તે ભાગલપુર બિહારનો હોવાનુ જણાતા એ.એસ.પી વિકાસ સુંડાએ ભાગલપુર બિહારના પોલીસ સાથે સંકલનમાં રહી ધાડપાડુઓ બાબતે માહીતી મેળવી હતી. ગતરાત્રીના મીરાનગર, લક્ષ્મણનગર સહિતના વિસ્તારોમાં સર્ચ કરતાં પાંચેય આરોપીઓને ગણત્રીના 08 કલાકમાં 04 તમંચા અને લુંટના રૂપીયા 15,05,000 મળી કુલ રૂ.37,79,130નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.​​​​​​​

લૂંટના પકડાયેલા આરોપીઓ

  1. ​​​​​​​રાહુલકુમાર રાજકુમાર સીંગ, જી.ભાગલપુર- બિહાર
  2. રોહિતકુમાર રાજકુમાર સીંગ જી.ભાગલપુર- બિહાર
  3. રીતેશકુમાર નવલ મંડલ રહેવાસી- બિહાર
  4. મુકેશ નવલ મંડલ રહેવાસી- બિહાર ​​​​​​​
  5. મનીષકુમાર નરેશભાઇ મંડલ રહેવાસી- બિહાર
  6. દિપક સુબોધકુમાર સીંગ રહેવાસી હાલ લક્ષ્મણનગર, અંકલેશ્વર જી.ભરૂચ મૂળ, જી.ભાગલપુર- બિહાર

કયાં કારણસર લૂંટ કરાઇ તે હજી અકબંધ
ભરૂચ જિલ્લાની પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાના તમામ આરોપીઓ ઝડપાઇ ગયાં છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેઓ 10 દિવસ પહેલાં જ અંક્લેશ્વર આવ્યાં હોવાની કબુલાત કરી હતી. જોકે, તેઓએ લૂંટ કરવાનો ઇરાદો કયાં કારણસર કરાયો તેની વિગતો મેળવાઇ રહી છે.

ASP સુંડાએ બિહારના SPનો સંપર્ક કર્યો
પોલીસની ગોળીથી ઘવાયેલો રાહુલ સિંગ બિહારના ભાગલપુરનો હોવાનું માલુમ પડતાં ASP વિકાસ સુંડાએ તેમના બેચના અને બિહારના પોલીસ અધિક્ષક સ્વર્ણ પ્રભાત સાથે સંકલન કરી મદુસુદનપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર મહેશકુમારનો સંપર્ક કરી રાહૂલના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસને એક બાદ એક આરોપીઓની કડીઓ મળતી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...