બુટલેગર પોલીસની ઝડપમાં:ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કારમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, એક ઇસમની અટકાયત કરી

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અંકલેશ્ર્વરમાં શહેરમાંથી ભારતીય બનાવટનો દારૂના જથ્થા સાથે હૂંડાઇ એસેન્ટ કાર અને એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની સામે પ્રોહીબીશનનો 36 હજારના દારૂના જથ્થો મળી કુલ રૂ.1.86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કારમાં દારૂ સંતાડ્યો હોવાની માહિતી મળી હતી
ગુજરાત રાજ્ય વિધાનસભા ચુંટણીઓ શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય અને જિલ્લામાં કાયદો વવયસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લામાં જિલ્લા એસપી ડો.લીના પાટિલે દારૂ અને જુગારની ચાલતી પ્રવૃત્તિઓ ડામી દેવા દરેક અધિકારીઓને સુચનાઓ આપી હતી. જેના આધારે LCB પીઆઈ ઉત્સવ બારોટ અને તેમની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળી હતી કે, અંકલેશ્ર્વર શહેર સુરતી ભાગોળ ગુજરાત હાઉસીંગ ખાતે રહેતો વિજય મણીલાલ પટેલ તેના ઘર પાસે હુંડાઇ એસેન્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.

આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી
એલસીબીની ટીમને મળેલી માહિતીના આધારે તાત્કાલીક બાતમીવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરી હુન્ડાઇ એસેન્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ-36 કિ રૂ.36,600 અને ગાડીની કિંમત રૂ.1.50 લાખ મળીને કુલ રૂ.1.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિજય મણીલાલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...