શંકાસ્પદ પાવડર:અંકલેશ્વરમાં કાળા કલરના પાવડર સાથે ભરૂચ LCBએ ઈસમને ઝડપી પાડ્યો; પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાંથી ભરૂચ એલસીબી પોલીસે એક મકાનમાંથી 20 કિલો કાળા કલરના પાવડરના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જીતાલી ગામે રહેતો સુખદેવ દિનેશ વસાવાએ પોતાના ઘરે કાળા કલરનો કેમિકલ જેવા પાવડર કોઈ કંપનીમાંથી ચોરી કરી સંતાડેલો હોવાની અને તેના વેચાણ કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે માહિતીના આધારે રેડ કરતા ઘરમાંથી 20 કિલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો. એલસીબી પોલીસે સુખદેવ વસાવાની અટકાયત કરી રૂપિયા 10 હજારની કિંમતનો પાવડરનો જથ્થો કબ્જે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...