ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરમાં આવેલા બાપુનગર અને ગોયા બજારમાં રેડ કરી હતી. પોલીસે બંનેય સ્થળે રેડ કરતા 11 જુગરીઓને ઝડપી પાડીને તેમની પાસેથી 6.94 મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
LCBની ટીમે બે સ્થળોએ જુગારની રેડ કરી
ભરૂચ જિલ્લાનામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ દામી દેવા એસપી ડો.લીના પાટિલે દરેક પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જેના આધારે ભરૂચ LCBની ટીમે અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના આધારે ગઇકાલ મોડી રાત્રે તથા 25મી જુલાઈના રોજ વહેલી સવારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારના બાપુનગર બ્રીજ પાસે ખુલ્લી જગ્યામાં તથા અંકલેશ્વર શહેરમાં ભાટવાડ ગોયાબજારમાં આવેલા રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી. બંનેય રેડમાં પોલીસે 11 જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે બબન મુલ્લા રહેવાસી- મુલ્લાવાડ અંકલેશ્વરને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.
LCB એ બંનેય સ્થળેથી કબ્જે કરેલો મુદ્દામાલ
અંકલેશ્વર શહેર બાપુનગર ઝુપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાંથી આરોપીઓના અંગ ઝડતી તથા દાવ ઉપરથી મળી આવેલા રોકડા રૂપિયા 59,950 મોબાઈલ ફોન નંગ -02 કિ.રૂ.10 હજાર એક કાર કી. રૂપીયા 5 લાખ, એક બુલેટ મોટરસાયકલ કી.રૂ.1 લાખ મળીને કુલ રૂ. 6,19,950 કબ્જે કર્યો હતો. જ્યારે અંકલેશ્વરના ભાટવાડ ગોયાબજાર રહેણાંક મકાનમાંથી અંગ ઝડતી તથા દાવ ઉપરથી મળી આવેલા રૂ. 13,170 મોબાઈલ ફોન નંગ 03 કિમંત રૂપિયા 11 હજાર મળીને કુલ 24,170નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને રેડમાં પોલીસે જુગારીઓને જુગારના રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા 6,94,120 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી જુગારના બે અલગ અલગ અંકલેશ્વર શહેર પો.સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે.
પોલીસે બે અલગ અલગ સ્થળે પકડેલા જુગારીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.