બુટલેગર રંગે હાથે ઝડપાયો:ભરૂચ LCBની ટીમે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, એકને વોન્ટેડ જાહેર કર્યો

અંકલેશ્વર22 દિવસ પહેલા

ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના માંડવા ગામે આવેલા રોડ ફળીયામાં રેઇડ કરીને નાની-મોટી દારૂની બોટલો નંગ 12 કિંમત રૂ.3700નો મુદ્દામાલ સાથે કબ્જે કરીને એક બુટલેગરને પણ ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ LCBએ માહિતી આધારે દારૂને પકડ્યો
ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ બૂટલેગરો પોલીસથી છુપાવીને દારૂ લાવીને વેચાણ કરતાં હોય છે. આવા બુટલેગરોને ડામી દેવા ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટિલે જિલ્લાના દરેક પોલીસ મથકના અધિકારીને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. ત્યારે ભરૂચ એલસીબીનો સ્ટાફ પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગ હતી. તે સમયે માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં આવેલા રોડ ફળિયામાં રહેતા અર્જુન રણજીત વસાવા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂ રાખીને વેચાણ કરે છે.

એકને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી
LCBની ટીમે તાત્કાલિક માહિતીવાળા સ્થળે રેઇડ કરી હતી. આ સમયે પોલીસ સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ 12 નંગ દારૂ બોટલો મળીને કુલ રૂ.3700નો મુદ્દામાલ સાથે અર્જુન વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...