ચોરીનો ભેદ ઉકેલાયો:ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના અડોલમાં રૂ. 5.42 લાખની ચોરી આચરનારા ત્રણને ઝડપ્યા, સોનું ખરીદનારા સોનીની પણ અટકાયત

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • LCB ની ટીમે બાતમીના આધારે ત્રણ તસ્કરો ઝડપ્યા, ત્રણેય અડોલ ગામના જ વતની

અંકલેશ્વરના અડોલ ગામે 15મી એપ્રિલના રોજ થયેલી રૂ. 5.42 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગામના જ 3 ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો.ચોરીના દાગીના ખરીદનાર અંકલેશ્વરના સોનીની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 89 હજારના દાગીના રિકવર કર્યા હતા. એલસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે રીઢા ચોરને અન્ય ચોરીને અંજામ આપે એ પૂર્વે ઝડપી પાડ્યા હતા.

તસ્કરોએ ઘરનું લોક તોડીને ઘરમાં પ્રવેશી ચોરી કરી હતી
અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે રહેતા અલ્પેશ ઝીણાભાઈ પટેલ 15 મી એપ્રિલના સવારે 4:35 કલાકે નોકરી પર જવા ધરેથી નીકળ્યા હતા.જ્યારે તેમની પત્ની અંકિતાબેન નીચે તાળું મારી ઉપર સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલા રૂ.15 હજાર રોકડા તેમજ 15 તોલા સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ 3 તસ્કરોને તેમના બાજુના પાડોશીએ ભાગતા પણ જોયા હતા.જે અંગે અલ્પેશ પટેલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂ.5.42.890 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હતી.

પોલીસે માહિતીના આધારે ત્રણ રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા
ભરૂચ એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે,અડોલ ગામ ખાતે 3 રીઢા ચોર ચોરીને અંજામ આપવા એકત્ર થઇ રહ્યા છે. માહિતીના આધારે એલસીબી ટીમે અડોલ ગામે વોચ ગોઠવી હતી.ત્યારે અડોલ ગામના જ રીઢા ચોર મહેશ ઉર્ફે મનો કાંતિ વસાવા, મહેશ ઉર્ફે કોલો અંબુ વસાવા અને ગોવિંદ ઉર્ફે રોબોટ કાંતિ વસાવા એકત્ર થતા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.તેમના અંગ ઝડતીમાં ચોરીનો સમાન મળી નહિ આવતા પોલીસ ત્રણેયને સજોદ આઉટ પોસ્ટ ખાતે લઇ આવી પુછપરછ કરતા મહેશ ઉર્ફે મનો ગત એપ્રિલ માસમાં અલ્પેશ પટેલના ધરે ભાત રોપવાના કામ અર્થે ગયા હતા. તે સમયે ઘરમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના જોઈ જતા તેની દાનત બગડી હતી. ત્યાર બાદ સાથી ચોરો સાથે તેને ચોરી ને અંજામ આપ્યો હતો.પોલીસે ચોરીના દાગીના ખરીદનાર સંજય જયેશ સોનીની પણ ધરપકડ કરી તેની પાસેથી સોના અને ચાંદીના રૂ.89.900 ના દાગીના રિકવર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...