લૂંટારૂઓ પોલીસના સકંજામાં:ભરૂચ LCBએ અંકલેશ્વર બેંકની બહાર વોચ રાખી લોકોને લૂંટનારા 4 ઈસમો ઝડપ્યા; કુલ રૂ. 2.24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની.ટીમે બેન્કમાં વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા નાગરીકોને વિશ્વાસમાં લઇ પૈસા પડાવી લેતાં ગેંગના ચાર ઇસમોને અંકલેશ્વર શહેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક અલ્ટો કાર મળીને કુલ 2.24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

બાતમીના આધારે 4 ઇસમો ઝડપાયા
ભરૂચ જિલ્લા એપી ડો. લીના પાટીલની સૂચનાઓ મુજબ બેંકોની બહાર ચીલઝડપ, ચોરી જેવા બનતા બનાવોને ડામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેમાં DYSP ચિરાગ દેસાઇ તથા એલ.સી.બી.પીઆઇ ઉત્સવ બારોટ તથા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ.વાળા તથા સુપરવિઝનમાં SITની રચના કરવામાં આવી હતી. આ SIT ટીમના પી.એસ. આઇ. વાય.જી. ગઢવીને બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે અલ્ટો ગાડી નંબર GJ 19 - BA - 4635 માં ચાર જેટલા ઇસમો બેન્કોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતા લોકોને વિશ્વાસમાં લઇ પૈસા પડાવે છે. આ તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર ખાતે આવેલી કાલુપુર બેંક નજીકથી અલ્ટો ગાડી સાથે 16 ગુનાઓને અંજામ આપનાર 4 ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LCB પોલીસે કારમાંથી પકડી પાડેલા આરોપીઓ

● નિતેશકુમાર રાધેશ્યામ સુંદરલાલ સોનકર

● રકીબ તૌફીક અહમદ ખાન

● જેરામસીંગ સુંદરસીંગ સુદર્શનસીંગ પરીહાર

● વીપીનકુમાર લાલપ્રતાપ મીશ્રા

પોલીસે તેની પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ
​​​​​​​પોલીસે તેમની પાસેથી ચલણી નોટો મળી રોકડા રૂ. 12 હજાર 400, એક ભૂરા કલરનો ACE કંપનીનો કિપેડ મોબાઇલ કિ. રૂ. 500, એક ભૂરા કલરનો વિવો કંપનીનો મોબાઈલ કિં. રૂ. 5 હજાર, HERO કંપનીનો કિપેડ મોબાઇલ કિ. રૂ. 500, ભુરા કલરનો OPPO કંપનીનો CPH1923 મોબાઇલ કી. રૂ. 5000 અને એક અલ્ટો કાર કિંમત રૂ. 2 લાખ મળીને કુલ 2 લાખ 23 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...