ફિટનેસ માટે જાગૃતિ લાવવા અપીલ:અંકલેશ્વરના સાયક્લિસ્ટનું ભરૂચ ASPએ સન્માન કર્યું; 200 કિલોમીટર BRM સફળતા પૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ સાયક્લિસ્ટ

અંકલેશ્વર19 દિવસ પહેલા

અંકલેશ્વરના સાયક્લિસ્ટનું ભરૂચનાં ASP દ્વારા વિશેષ સન્માન કરી પ્રશસ્તિ પત્ર એનાયત કરાયો હતો. અંકલેશ્વરના સાયક્લિસ્ટ 200 કિલોમીટર BRM (international standard rules) સફળતા પૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણને ભરૂચ ASP વિકાસ સુંડાના હસ્તે સન્માનિત કરીને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયો હતો.

સાયક્લિસ્ટે અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો
અંકલેશ્વરના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણે તેમના હેલ્થ ફિટનેસ અને સાયક્લિંગ પ્રવૃત્તિઓ થકી જનતા માટે સાયક્લિંગના વિવિધ કાર્યક્રમો યોજી જનતામાં સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા અનેક પ્રત્યનો કરી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાંથી 200 કિલોમીટર BRM (international standard rules) સફળતા પૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ સાયક્લિસ્ટ છે. તેમજ ભારતમાં આવેલા વિશ્વના સૌથી ઉચા મોટરેબલ રોડ ખારડુંગલા નેશનલ બાઇસિકલ અભિયાન 2021માં મનાલી - લેહ - ખારડુંગલા (toughest cycling of India) સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો. તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગોવા તરફથી 2018-19માં ગોવા બાઇસિકલ expidition સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી.અલગ અલગ મેરેથોન દોડમાં પણ ભાગ લઈ રહ્યા છે.

ભરૂચ ASPએ તેમને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું
તેઓ સાહસિક પ્રવૃતિ અને લોકોની ફિટનેસ માટે જાગૃતિ લાવવા અવારનવાર પ્રત્યનશીલ રહ્યાં છે. તેમની પ્રસંશનીય કામગીરી બદલ ભરૂચ પોલીસના ASP વિકાસ સુડાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરાયો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવી જ રીતે પ્રત્યનશિલ રહી લોકોમાં ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે ઉમદા અને સરાહનીય કામગીરી કરતા રહેવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...