તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે બાંધકામ:રેસીડેન્સિયલ પ્લોટમાં ગોડાઉન બનાવતા બૌડાએ સીલ કરી દીધું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકા સેવાસદન પાસે જ ગેરકાયદે બાંધકામ

અંકલેશ્વર તાલુકા સેવા સદન સામે આવેલી હર્ષ પાર્ક સોસાયટીમાં પરવાનગી વિના બનાવેલા ગોડાઉનને બૌડાએ આખરે શીલ મારી દીધું હતું.

અંકલેશ્વરના હર્ષ પાર્ક સોસાયટીમાં કોઈ પણ જાતની પરવાનગી વગર રાધાબેન નારણ પટેલ દ્વારા ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જે નારાયણ રાવલના ધ્યાને આવતા તેમણે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત માં રજૂઆત કરી હતી બૌડા દ્વારા જરૂરી સ્થળ તપાસ કરતા બાંધકામ અંગે પરવાનગી લીધી નહોતી બાદ સુનાવણીમાં રાધાબેન નારણ પટેલને બાંધકામ અંગેના પુરાવાઓ રજુ કરવા જણાવતા તેઓએ કોઈપણ પુરાવા રજુ ન કરતા બૌડાની ટીમે ગોડાઉનને સીલ માર્યું હતું.

આ અંગે અરજદાર નારાયણ રાવલે જણાવ્યું કે, સર્વે નંબર 504 પૈકી પ્લોટ નંબર 2 ની જમીનમાં પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું અને રેસિડેન્સ પ્લોટમાં ગોડાઉન બનાવવા અંગે કોઈ પરવાનગી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...