તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ - પત્ની ઔર વો:અંકલેશ્વરમાં સાથે નોકરી કરતી 20 વર્ષ મોટી પ્રેમિકાને પતિ ઘરે લાવતા બબાલ

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ - પત્ની ઔર વોના કિસ્સામાં 181ની ટીમે સમાધાન કરાવ્યું
  • પત્નીના પરિજનોએ પ્રેમિકાને માર મારતા પોલીસે એન્ટ્રી કરવી પડી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં રહેતા વિદ્યાબેન ( નામ બદલ્યું છે) લગ્ન થયા બાદ પોતાના પતિ સાથે સુખમય જીવન ગુજારી રહ્યા હતા. જોકે પતિની સાથે કંપનીમાં કામ કરતી તેનાથી 20 વર્ષીય મોટી અને એક દીકરીની પરિણીત મહિલા સાથે આડા સંબંધ બંધાઈ ગયા હતા. જેના કારણે બંને વચ્ચે ઘરમાં કંકાસ ઘૂસી ગયો હતો. બંનેય વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા. જેના કંટાળીને વિદ્યાએ સમગ્ર બાબતની જાણ તેના પરિવારજનોને કરી હતી. તેઓએ પણ તેના પતિને ઘરે આવી સમજાવીને ઠપકો આપ્યો હતો.

સાસરી પક્ષના સભ્યોએ આપેલા ઠપકોથી ઉશ્કેરાયેલા પતિએ સુધારવાની જગ્યાએ તે પરસ્રીને પોતાના ઘરમાં લઈ આવ્યા હતો. પતિએ તેની પત્નીને બન્નેને પત્ની તરીકે રાખવાનું જણાવતા વિદ્યા હેબતાઈ ગઈ હતી. જેથી તેને કોઈ માર્ગ નહીં સુજતા તેણે 181 અભયમ મહિલા હેલ્પ લાઇનને કોલ કરીને મદદ માંગી હતી.કોલ મળતા જ ટીમે સ્થળે પર પહોંચીને પતિને સમજાવ્યો હતો.પરંતુ પ્રેમમાં અંધ બનેલા પતિએ પ્રેમિકા સાથે જ રહેવાની જીદ કરી હતી.

તે સમયે વિદ્યાના માયકાવાળા અને સાસરીપક્ષના પરિવારજનો પણ ત્યાં આવી જતા પ્રેમિકાને માર પણ માર્યો હતો.જેથી પરિસ્થિતિ ગંભીર બનતા 181 ની ટીમે પતિ અને પત્ની અને પ્રેમિકાને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. જોકે ત્યાં પતિને સમજાવીને એક પત્ની હોવા છતાંય બીજી પત્નીને રાખવી ગેરકાનૂની જણાવી પતિને તેના પત્ની સાથે મોકલી આપ્યો હતો.જોકે પતિ અને પ્રેમિકા વિરૂઘ્ધ વિધાએ પોલીસ મથકમાં અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...