તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વરમાં કેનેરા બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં બીજી વખત તસ્કરોએ કેનેરા બેંકને જ નિશાન બનાવી

અંકલેશ્વર કેનેરા બેંકના એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ ની ઘટના સામે આવી છે. 10 દિવસ માં બીજી વાર કેનેરા બેંક નિશાન બની છે. 31 ઓગસ્ટ ના કેનેરા બેંક સહીત 4 દુકાન અને 2 ઓફીસ માં ચોરીનો પ્રયાસ થયો હતો. ગત 9 મી સપ્ટેમ્બર ની રાત્રી ના પુનઃ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ થયો હતો. ઘટના અંગે 5 દિવસ બાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેંક મેનેજર ની ફરિયાદ આધારે ચોરીનો નિષ્ફળ પ્રયાસ નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર માં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય એમ ચોરી ની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેમાં 3 થી વધુ સ્થળે તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ સામે આવ્યો છે. જે વચ્ચે એક અહીં પણ 2 માત્ર 10 દિવસ માં કેનેરા બેંક તસ્કર ના નિશાન બની છે. અગાવ 31 ઓગસ્ટ ની રાત્રી ના તસ્કરો એ એસ.એ. મોટર્સ પર આવેલ કેનેરા બેંક ને નિશાન બનાવી હતી અને કોમ્પ્લેક્ષની આગળ પાછળ રહેલ 4 દુકાન 2 ઓફીસ ને પણ તસ્કરો ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો માત્ર એક દુકાન માંથી જૂજ રૂપિયા ગયા હતા જેને લઇ જેતે વખતે ઘટના અંગે કોઈ જ ફરિયાદ થઇ ના હતી ઘટના ના સીસીટીવી ફૂટેજ વાયરલ પર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...