તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંકલેશ્વરની ESIC હોસ્પિટલના તબીબ પર હુમલો

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારસનાથ યાદવ નામના દર્દીનું કોવિડની સારવારમાં મોત થતા પરિવારનો હોબાળોઃ 3 સામે ફરિયાદ

અંકલેશ્વર ખાતે કાર્યરત કોવિદ ડેઝિગ્નેટેટ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે ગત રાત્રી ના પારસનાથ રામપ્રસાદ યાદવ ના પરિજનો તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા હોબાળો મચાવ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત રાત્રી ના ઇએસઈસી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉ અબ્દુલ અઝીઝ ખત્રી ફરજ પર હતા તેવો પોતાની વિઝીટ પૂર્ણ કરી નીચે આવ્યા હતા ત્યારે ડૉ અર્જુન વસાવા જોડે રામપ્રસાદ યાદવ ના પુત્ર અને અન્ય ઈસમો બોલાચાલી કરી રહ્યા હતા અને તેવો દ્વારા જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેના કારણે તેમની તબિયત લથડી હોવાનું જણાવી માથાકૂટ કરી રહ્યા હતા.

અને બીભત્સ ગાળો બોલી રહ્યા હતા અને તેવો દ્વારા કોરોના ની બીમારી છે તેમજ જણાવી તેવો બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમનો પીછો કરી ત્રણેય ઈસમો તેમની પાછળ પાછળ બહાર આવ્યા હતા ને જ્યાં આવી તેમને ઢીકાપાટુ નો માર મારવા લાગ્યા હતા અને માર મારતા તેમની બમ સાંભળી હોસ્પિટલ નો સ્ટાફ તેમજ ડૉ ધર્મેશ વસાવા પણ દોડી આવ્યા હતા.

અને તેમને બચાવી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં થી તેમને પ્રથમ સારવાર સરદાર પટેલ અને ત્યરબાદ જીઆઇડીસીની સ્વાસ્થમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે ડૉ અબ્દુલ અઝીઝ ખત્રી ફરિયાદ આધારે પોલીસે 3 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કોરોના દર્દી પારસનાથ યાદવ પરિવારજનો તેમના દર્દી યોગ્ય સારવાર કરવામાં આવતી ના હોવાનું અને દર્દી ને ડોક્ટર ના બદલે નર્સો જ સારવાર કરી રહી હતી ડોકટરો અડકતા સુધ્ધાં ના હતા અને તેમના લીધેજ તેમનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બાબતે ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડૉ ધર્મેશ વસાવાનો સંપર્ક કરતા તેવો ફોન ના ઉઠાવતા ઘટના કેમ બની તે અંગે હજી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ડૉ અબ્દુલ અઝીઝ ખત્રીની ફરિયાદ આધારે વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો