અંકલેશ્વર અંદાડા ગામ ખાતે પતિ પત્ની ના ઝગડા માં પાડોશી છોડવા પડ્યો અને તલવાર ના ધા વાગ્યા હતા. પત્ની ગંભીર રીતે મારી રહેલા પાડોશી ને પકડી છોડાવતા રીસ રાખી ઘરમાંથી તલવાર લાવી પાડોશી તલવાર અને સપાટા મારી લોહીલુહાણ કર્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાની કોશિષ ની અંગે ગુનો નોંધાયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ હુમલાખોર ને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અંદાડા ગામ સ્થિત સ્વાગત સોસાયટી ખાતે રહેતા નિલેશ મકવાણા ધરે હતા તે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતા સંદીપ પ્રજાપતિ પોતાની પત્ની ને માર મારી ઘર ની બહાર કાઢી મૂકી માર મારી રહ્યા હતા. જેના પગલે નજીકમાં જ રહેતા નિલેશ મકવાણા દંપત્તી વચ્ચેનો ઝઘડો છોડવા પાડ્યો હતો. અને સંદીપ પ્રજાપતિ ને પકડી રાખી સંદીપ પ્રજાપતિ ની પત્ની ને માર થી બચાવી હતી તેની રીસ રાખી ઘર માંથી સંદીપ પ્રજાપતિ તલવાર લઇ આવ્યો હતો અને નિલેશ ભાઈ ને ગળા ના ભાગે તલવાર મારી દીધી હતી જેની નિલેશભાઈ નીચે પડતા જ તેમના લાકડાના સપાટા મારી ઇજા પહોંચાડી હતી અને અમારી વચ્ચે પાડીશ તો જાન થી મારી નાખીશ ની ધમકી આપી હતી.
ઘટનામાં ઘાયલ નિલેશ મકવાણા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંદીપ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. અને ગણતરી ના સમય માં હુમલાખોર સંદીપ પ્રજાપતિ ને ઝડપી પાડ્યો હતો.
આરોપીને પકડવા ટીમો બનાવાઇ
અંદાડાની સ્વાગત સોસાયટીની ઘટનામાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હોય અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટીમો બનાવી આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા આખરે આરોપીને દબોચી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.