મદદ:અંદાડા ગામે કોરોકાળમાં મૃત્યુ પામેલા સ્વજનને સહાય અપાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ લાભાર્થીઓને યોજના અંતર્ગત ગેસ કનેક્શનનું વિતરણ
  • ભરણ ગામે નમો વન અને પંડવાઇ સુગર ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમ

અંકલેશ્વર અંદાડા ખાતે નમો જન્મ દિન અનુલક્ષી કોરોના મૃત્યુ પામેલા સ્વજન ને સહાય ચેક અર્પણ કરાયા હતી.વિધ્યા સહાય ચેક ઉપરાંત 100 થી વધુ લાભાર્થીઓને યોજના અંતર્ગત ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતું. મુખ્ય મંત્રી બાળ સેવા યોજના માં બાળકો ને ચેક નું વિતરણ કરાયું હતું. ભરણ ગામ ખાતે નમો વન તેમજ પડવાઇ સુગર ખાતે વ્રૂક્ષો રોપાણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 જેટલા સ્થળોએ ગરીબોના હિતલક્ષી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ગરીબો ની બેલી સરકાર અંતર્ગત અંકલેશ્વર અંદાડા ગામ ખાતે આવેલ અનૂપ કૂવર બા સ્કૂલ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વિના મુલ્યે ઉજ્જવલા ગેસ કનેક્શન ના વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થી ઓ માં કેરોસીન ની ઉપયોગ કરતા રેશન કાર્ડ ધારક 100 મહિલાઓ ને ગેસની સગડી, રેગ્યુલેટર અને ગેસનો બોટલો નું વિના મુલ્યે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, મામલતદાર હર્ષદ બેલડીયા તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેંદ્ર સિહં દેવધરા. જિલ્લા પંચાયત સભ્ય અનિલ વસાવા, તાલુકા પંચાયત સભ્યો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉજ્જવલા યોજના હેઠળ કુલ 9173 જેટલા ગેસ કનેક્શન અંકલેશ્વરમાં આવેલી પાંચ જેટલી ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે બાળકોના માતા પિતા કોરોના માં મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને સહાય આપી હતી. આ ઉપરાંત ભરણ ગામ ખાતે પૂર્વ સહકાર મંત્રી ઈશ્વર સિહ પટેલ ના હસ્તે નમો વન ઊભું કરવાં માં આવ્યું હતું તેમજ પાંડવાઇ સુગર ખાતે વ્રૂક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...