3 મહિનાથી તસ્કરોનો તરખાટ:અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા ગામોમાં 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડ્યા; પોલીસે રૂ. 3.65 લાખની કોપર ચોરીની ફરિયાદ નોંધી

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યા હતા. 3 મહિના દરમિયાન અલગ-અલગ સ્થળેથી ખેતી વિષયક વીજની ચાલુ લાઈન પર ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી ગયા હતા. 81 હજારની નુકશાની અને 2.84 લાખ ઉપરાંતની કોપર ચોરી થઈ હતી. અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે 3.65 લાખ રૂપિયાની કોપર ચોરીની ફરિયાદ નોંધી છે.

ખેડૂતોએ વીજ નિગમ કચેરીએ અરજી કરી
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલા જુના દીવા, જૂની સુરવાડી, જૂના બોરભાઠા બેટ, નવી દીવી કોપર ચોરોએ છેલ્લા 3 મહિનામાં તરખાટ મચાવ્યો હતો. એક પછી એક 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા. ગત 2 જી ઓગસ્ટથી 2 જી ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ આ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના મામલે ખેડૂતો દ્વારા વીજ નિગમ કચેરી ખાતે અરજી વડે જાણ કરી હતી.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી
આ બનાવ અંગે DGVCL દ્વારા સ્થળ તપાસ કરી, પંચકેસ કરી અંતે શંભુ બર્નવાલ દ્વારા અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર સ્ટડ તોડી ઓઇલ ઢોળી 81 હજાર રૂપિયાની નુકશાની નોંધી હતી. આ ઉપરાંત અંદર કોપર કોઇલ અંદાજિત 2.84 લાખથી વધુ રૂપિયાની ચોરી મળી કુલ રૂ. 3.65 લાખથી વધુની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...