અંકલેશ્વરમાં હાલ 12 જેટલા ફોર્મ ડમી ઉમેદવાર સાથે ભરાયા છે. અંકલેશ્વર બીટીપીના જાહેર થયેલા ઉમેદવાર નીતિન વસાવા ફોર્મ નહીં ભરતા આશ્ચર્ય સર્જ્યું હતું. તો ડી.જી વણઝારાએ નવી પાર્ટી પ્રજા વિજય પક્ષે અંકલેશ્વરમાં ઝંપલાવ્યું છે.
અંકલેશ્વરમાં કુલ 12 ફોર્મ ડમી ઉમેદવાર સાથે ભરાયા
અંકલેશ્વર -હાંસોટ વિધાનસભા બેઠક બે ભાઈઓની પ્રતિષ્ઠાનો જંગ હોવાની સાથે આખા ગુજરાતની મીટ મંડાઈ છે. જ્યાં ભાજપમાંથી સિટીંગ એમ.એલ.એ ઈશ્વરસિંહ પટેલે પાંચમી વાર ઉમેદવારી નોંધાવી છે. તો તેની સામે કોંગ્રેસ દ્વારા તેમના જ સગા મોટા ભાઈ વિજયસિંહ (વલ્લભદાસ )પટેલને મેદાન ઉતારી પરિવારની વૈચારિક મતભેદની જંગને ચૂંટણી બનાવી દીધી છે. જેને લઇ પુનઃ એકવાર એક પરિવારમાં ચાચા-ભતીજા જંગ બાદ ભાઈ-ભાઈ વચ્ચેનો જંગ જોવા મળશે. આ વચ્ચે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા આ અંતિમ દિવસે કુલ 12 ફોર્મ ડમી ઉમેદવાર સાથે ભરાયા છે.
અંકલેશ્વરમાં ચોથા પક્ષે પણ દાવેદારી નોધાવી
અંકલેશ્વર બેઠક પર આપ માંથી અંકુર પટેલ ફોર્મ ભર્યું છે. તો બીટીપી દ્વારા ધંતુરીયા ગામના નીતિન વસાવાનું નામ જાહેર કરી બીટીપીનું મેન્ડેટ આપ્યું હતું. જો કે નીતિન વસાવાએ ફોર્મના ભરી આશ્ચર્ય જનક રીતે પીછે હઠ કરી દીધી છે. જેને લઇ ત્રિપાંખિયો જંગના એંધાણ ઉભા થયા હતા. જો કે હવે તેમાં ચોથા પક્ષ તરીકે ડી.જી વણઝારા દ્વારા ઊભા કરવામાં આવેલ પ્રજા વિજય પક્ષના ગુપચુપ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અંકલેશ્વર ચૂંટણી જંગમાં હવે ચતુષ્કોણીય જંગ જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.