તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોમાં મહિલાએ 1.63 લાખના સોના દાગીના ગુમાવ્યાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી મહિલા તેના મૂળ વતન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખાનપુરની ગામે જઈ રહી હતી. જીઆઇડીસી બસ ડેપોમાં બસમાં ચઢતી વખતે ધક્કામુકી દરમિયાન ગઠિયો મહિલાના સોના દાગીના સાથેનો રૂમાલ કાઢી ફરાર થઇ ગયો હતો.જેની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી માનવ મંદિર કોલોનીમાં રહેતા 40 વર્ષીય મધુબેન મોતીભાઈ ડામોર ગતરોજ પોતાના કામ અર્થે વતન જઈ રહ્યા હતા.
તેઓ સાંજે પોતાના દિયરની રીક્ષામાં બેસી જીઆઇડીસી બસ ડેપો પહોંચ્યા હતા. જ્યાં તેમની બસનો સમય 7:30નો હતો છતાં બસ મોડી આવતા 8 વાગ્યા હતા.તે દરમિયાન બસમાં ભીડ હોવાથી તેમના દિયર ઓનલાઇન બુકિંગ કરેલી સીટી રોકી રહ્યા અને તેઅો ભીડમાંથી ચઢી રહ્યા હતા. તે દરમિયાન ધક્કામુક્કી થતા ભીડનો લાભ લઇને ગઠિયો મહિલાના બેગમાં રહેલો સોના-ચાંદીના દાગીના બાંધેલો રૂમાલ લઇને ફરાર થઇ ગયો હતો. તેઅોને આ અંગે જાણ થતા જ ત્વરિત અસરથી શહેર પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે 1.63 લાખ રૂપિયાના દાગીના ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.