સાત સમુદ્ર પારથી વિદેશી પક્ષીઓ ગુજરાત પધાર્યા:અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહીતના સ્થળે માઈગ્રેટ બર્ડનું આગમન

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણની ફરિયાદ વચ્ચે યાયાવર પક્ષીઓ જિલ્લાના મહેમાન બન્યા છે. અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહીત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા છે. હવા પ્રદૂષણનો ઉંચો જતો એક યુ આઈ વચ્ચે પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા અચરજ જોવા મળી રહ્યું છે.

અલગ અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે
ભરૂચ જિલ્લો છેલ્લા 20 વર્ષથી માઈગ્રેટ બર્ડનું આશ્રયસ્થાન બન્યું છે. જિલ્લામાં 7 થી વધુ સ્થળે માઈગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરી રહ્યા છે. કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે. જોકે સતત્ત રેતી ખનન વચ્ચે ફ્લેમીંગો ધીરે ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે. જ્યારે પાનોલી જીઆઇડીસીમાં વધુ સંખ્યા માઈગ્રેટ અનેક બતક સહીત ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવી રહ્યા છે.

આ માઈગ્રેટ પક્ષીઓ ઘણા જ સેન્સિટિવ હોય છે
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ હોવાની સાથે અહીં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા છે. ખાસ કરીને અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણની બુમરાણ જોવા મળે છે. આ વચ્ચે પાનોલી GIDCના જ તળાવમાં હજારો સંખ્યામાં માઈગ્રેટ પક્ષીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી આવી રહ્યા છે. સરકારી પશુ ચિકિત્સક અને તજજ્ઞોના મત અનુસાર માઈગ્રેટ બર્ડ ઘણા સેન્સિટિવ હોય છે. તેવો પોતાના માફક વાતાવરણ નહીં મળે તો તેવો અન્યત્ર ખસી જતા હોય છે. ત્યારે જિલ્લા પ્રદૂષણની ફરિયાદ વચ્ચે પણ યાયાવાર પક્ષી હયાતી જોવા મળી રહી છે. જે ખરેખર આવકારદાયક બાબત છે.

પ્રદુષણ ફરિયાદ વચ્ચે પણ પક્ષીનો વસવાટ જોવા મળે છે
અંકલેશ્વર સહીત જિલ્લાના અનેક ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ વચ્ચે અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, કબીરવડ, અલિયાબેટ વેટલેન્ડ વિસ્તાર ઔદ્યોગિક વસાહતની સૌથી નજીક હોવા છતાં અહીં પ્રતિવર્ષ યાચવાર પક્ષી આવી રહ્યા છે. તેની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. આ પક્ષીઓ ઘણા સેન્સિટિવ હોય છે. આવા વાતાવરણમાં પણ તેવો અહીં હજારો કિલોમીટરની ઉડાન ભરી આવી વસવાટ કરે છે. પ્રદુષણ ફરિયાદ વચ્ચે પણ પક્ષીઓનો વસવાટ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...