અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ ફરિયાદ વચ્ચે યાયાવર પક્ષીઓ જિલ્લાના મહેમાન બન્યા છે. અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહીત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી શિયાળો ગાળવા માટે આવ્યાં છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 20 વર્ષ થી માઈગ્રેટ બર્ડ નું આશ્રયસ્થાન બન્યું છે. જિલ્લા માં 7 થી વધુ સ્થળે માઈગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરી રહ્યા છે. કબીરવડ વિસ્તાર ના પાછળ ના ભાગ માં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે. જોકે સતત્ત રેતી ખનન વચ્ચે ફ્લેમીંગો ધીરે ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે.
પાનોલી જીઆઇડીસી માં વધુ સંખ્યા માઈગ્રેટ અનેક બતક સહીત ભરણ ગામખાતે આ ઉપરાંત જિલ્લામાં ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલડક, સ્પૂન બીલ્ડ ડક , પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવી રહ્યા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ હોવાનીસાથે અહીં અનેક વિધ ઉદ્યોગો સ્થપાયા છે. ખાસ કરી નેઅંકલેશ્વર માં હવા અને જળ પ્રદુષણ ની બુમરાણ જોવા મળે છે. આ વચ્ચે પાનોલી જીઆઇડીસી ના જ તળાવ માં હજારો સંખ્યા માં માઈગ્રેટ પક્ષીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંત થી આવી રહ્યા છે.
પ્રદુષણફરિયાદ વચ્ચે પણ પક્ષી નો વસવાટ જોવા મળે છે
અંકલેશ્વર સહીત જિલ્લાના અનેક ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, કબીરવડ, અલિયાબેટ વેટલેન્ડ વિસ્તાર ઔદ્યોગિક વસાહતની સૌથી નજીક હોવા છતાં અહીં પ્રતિવર્ષ યાચવાર પક્ષી આવી રહ્યા છે. તેનીસંખ્યા માં કોઈ ઘટાડોથયો નથી. - અમરીશ ભટ્ટ, બર્ડ વોચર અને વાઈલ્ડ લાઈફફોટોગ્રાફર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.