તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંકલેશ્વરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારી વોન્ટેડ ડોક્ટરની ધરપકડ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ડોક્ટર - Divya Bhaskar
આરોપી ડોક્ટર
  • બંને વચેટિયા 2 દિવસના રિમાન્ડ પર : અન્ય એક તબીબની પણ પૂછપરછ કરાઇ

અંકલેશ્વર જોગર્સ પાર્ક ખાતે થી ભરૂચ એલસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનનો થતો કાળો કારોબાર ઉઘાડો પાડી 2 વચેટિયાની ગત રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાઘવેન્દ્રસિંગ માલખાનસિંગ છોટ સિંગ ગૌર રહે ગાર્ડન સીટી અને અને ઋપંક મુકેશ બાબુલાલ શાહની ગત રોજ ધરપકડ કરી હતી અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

જેની તપાસ ભરૂચ એસ.ઓ.જી પોલીસ ને સોંપવામાં આવતા એસ.ઓ.જી પી.આઈ મંડોળા એ આરંભી હતી અને પી.એસ.આઈ મિતેષ સકોરીયા સાથે અંકલેશ્વર કોર્ટ માં રજૂ કરતા કોર્ટમાં બંને ઈસમો અને તબીબ ઇંજેક્શન ક્યાં થી લાવ્યા હતા કેટલા આગવા મેળવ્યા હતા ને કોને કોને વેચ્યા હતા. તેમજ અન્ય કેટલા તબીબની સંડોવણી છે કે કેમ ? ઉપરાંત તપાસ કોઈ સરકારી તબીબની કે અધિકારી સંડોવણી કે પછી કંપની ની છે કે કેમ તે સહીત ના મુદ્દા રજુ કર્યા હતા. જે દલીલ ને ધ્યાને રાખી કોર્ટ દ્વારા 2 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ વચ્ચે એસ.ઓ.જી પોલીસે ફરાર તબીબ ડૉ સિદ્ધાર્થ મહિડાની પણ માહિતી આધારે ધરપકડ કરી હતી. અન્ય કોની તેની જોડે સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...