કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો:અંકલેશ્વરમાં 500 જેટલા LIC એજન્ટો પડતર માંગણીને લઇ હડતાળ પર ઉતાર્યા

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેરની એલઆઇસી બ્રાન્ચના 500 જેટલા એજન્ટોએ પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓ નહિં સ્વીકારવામાં આવતા સોમવારથી હડતાળ ઉપર ઉતર્યા છે. એજન્ટોને એલઆઇસીનો વિરોધ નથી પરંતુ એલઆઇસી ઉપર રેગ્યુલેટરનો વિરોધ કર્યો હતો.

LICના 500 એજન્ટોએ વિરોધ નોંધાવ્યો હતો
લાઈફ ઈન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશનના આદેશ અનુસાર આજે અંકલેશ્વર LIC કચેરી બહાર એજન્ટોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એજન્ટોની પડતર માંગણીને લઈ ઉકેલ ન આવતા LIC એજન્ટો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આઇઆરડીએ જે એલઆઇસી ઉપર આવેલા રેગ્યુલેટર દ્વારા એજન્ટોના કમીશન બંધ કરવા તેમજ બધા લાભો ઓછા કરવા જઈ રહ્યું છે. જેના કારણે એજન્ટોની આજીવીકા પર અસર પડી રહી છે. એજન્ટો આઇઆરડીએ પરની પોલિસીના નિયમોનું ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડેરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરની એલઆઇસી બ્રાન્ચના 500 જેટલા એજન્ટો હડતાળ ઉપર ઉતરી કાળી પટ્ટી બાંધીને વિરુદ્ધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...