વિનામૂલ્યે તપાસ:પાનોલીમાં 150 જેટલા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં યોજાતા મેડિકલ કેમ્પ લોકો માટે આશીર્વાદરૂપ

પાનોલી ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો. 150 થી વધુ દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો હતો. કંપની દ્વારા પ્રતિ 2 માસ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.પાનોલી સ્થિતિ ઘરડા કેમિકલ કંપની દ્વારા અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન પાનોલી ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં જયાબહેન મોદી હોસ્પિટલ તેમજ કંપની ની તબીબી પેનલ એ સેવા આપી હતી કેમ્પ માં 150 થી વધુ દર્દી લાભ લીધો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા મેડીકલ કેમ્પ લોકો માટેે આર્શીવાદ રૂપ બનતાં હોય છે. ગરીબ દર્દીઓ ખાનગી દવાખાનાઓમાં મસમોટી ફી ચુકવી શકતા નથી ત્યારે આવા કેમ્પમાં તેઓ નિષ્ણાંત તબીબો પાસે તેમની બીમારીનું નિદાન કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...